PPI વિશે ફરિયાદ કરવા માટે ક્લેઇમ્સ કંપનીનો ઉપયોગ કરવો

તમે તમારી જાતે નિ:શુલ્ક PPI વિશે ફરિયાદ કરી શકો છો. પરંતુ જો તમે તમારા તરફથી ફરિયાદ કરવા માટે ક્લેઇમ્સ કંપનીને ચૂકવણી કરવાનું પસંદ કરો - તો તેનો શો અર્થ છે - અને તેનાથી તમને કેટલો ખર્ચ થશે તે જાણો.

તમે તમારી જાતે નિ:શુલ્ક PPI વિશે ફરિયાદ કરી શકો છો. પરંતુ જો તમે તમારા તરફથી ફરિયાદ કરવા માટે ક્લેઇમ્સ કંપનીને ચૂકવણી કરવાનું પસંદ કરો - તો તેનો શો અર્થ છે - અને તેનાથી તમને કેટલો ખર્ચ થશે તે જાણો.

ક્લેઇમ્સ કંપનીઓ ઘણી વખત ટેક્સ્ટ મેસેજીઝ અથવા ફોન કૉલ્સ દ્વારા લોકોનો સંપર્ક કરે છે અને PPI વિશે ફરિયાદ કરવા માટે મદદની ઑફર કરે છે. તેઓ શું ઑફર કરી શકે તે તમને કહેવા માટે પણ તેઓ જાહેરાત કરી શકે છે.

આ કંપનીઓ ક્લેઇમ્સ મેનેજમેન્ટ કંપનીઓ (CMCs), ક્લેઇમ્સ હેન્ડલર્સ અને ક્લેઇમ્સની પેઢીઓ તરીકે ઓળખાય છે.

યાદ રાખો: જો તમે 29 ઑગસ્ટ 2019ની સમયસીમાની અંદર જો તમે તમારા પ્રદાતાને ફરિયાદ ન કરી હોય તો તમે PPI માટે તમારા નાણાં પાછા મેળવવાનો દાવો કરી શકશો નહિ – તેથી તમારે તમારો નિર્ણય જલ્દીથી જલ્દી લઈ તેમાં વિલંબ કરવો જોઇએ નહિ.

CMCsનું FCA નિયમન

1 એપ્રિલ 2019 થી જેઓ નાણાકીય સેવાના ક્લેઇમ્સનું કામ કરતા હોય તેઓ સહિત CMCsના નિયામક FCA બન્યા હતાં.

FCAના નિયમન હેઠળ તમામ CMCs તબદીલ થવાનું પસંદ ન પણ કરે. કેટલાક CMCs ક્લેઇમ વ્ય‌વસ્થાપન બંધ કરવું પણ પસંદ કરી શકે. જો CMC આ બદલાવ પહેલા તમારે માટે ક્લેઇમનું કાર્ય કરતા હોય અને FCA હેઠળના નિયમનમાં ન આવવાનું પસંદ કર્યું હોય તો તેઓએ 1 એપ્રિલ 2019 પછી તમારા ક્લેઇમ કેવી રીતે ચાલુ રાખવા તે સમજાવવા તમારો સંપર્ક કરવો જોઇતો હતો. 

વધુ માહિતી માટે મુલાકાત લો ક્લેઇમ્સ વ્યવસ્થાપન: શું બદલાઇ રહ્યું છે.

ક્લેઇમ્સ કંપનીનો ઉપયોગ કરવાનો ખર્ચ

ક્લેઇમ્સ કંપનીઓ પર અગ્રિમ કિંમત ચાર્જ કરવાની મનાઇ છે, પરંતુ મોટાભાગના લોકો એવી ફી ચાર્જ કરે છે જે તમારા PPI માટે તમને મળેલા રિફંડની કોઈ પણ રકમના 20% સુધીની હોઈ શકે છે.

20% ફીનો અર્થ એ છે કે જો તમે જાતે ફરિયાદ કરો તો પૂરું રિફંડ મેળવવાને બદલે તમે ક્લેઇમ્સ કંપનીને £5,000ના રિફંડમાંથી £1,000 (વત્તા VAT)ની ફી ચૂકવશો.

જો તમે ક્લેઇમ્સ કંપનીનો ઉપયોગ કરવાનું વિચારો તો તમારે કાળજીપૂર્વક નિયમો અને શરતો વાંચવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેનો તમને શો ખર્ચ થશે તે તમે સમજતા હો.

તમારે એ પણ તપાસવું જોઈએ કે ક્લેઇમ્સ કંપનીને ક્લેઇમ્સ મેનેજમેન્ટ રેગ્યુલેટર (કે જે ન્યાય મંત્રાલયનો ભાગ છે) તરફથી અધિકૃત બિઝનેસ રજિસ્ટર પર મંજૂરી મળી છે કે નહિ.

અમે તમને PPI રિફંડના સ્કેમ ટાળવામાં મદદ કરવા માટે પણ માહિતી પૂરી પાડીએ છીએ, જેમ કે જ્યારે તમે તમારા તરફથી PPI વિશે ફરિયાદ કરવા માટે કોઈ વ્યક્તિને અગ્રિમ ફી ચૂકવો, પરંતુ તેઓ વાસ્તવમાં તમારા માટે ફરિયાદ જ ન કરે.

અનિચ્છનીય કૉલ્સ અથવા ટેક્સ્ટ

કેટલીક ક્લેઇમ્સ કંપનીઓ લોકોને અનપેક્ષિત રીતે કૉલ કરે છે અથવા ટેક્સ્ટ (SMS) મોકલીને ગ્રાહકો વતી PPI બાબતે ફરિયાદ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

અનિચ્છનીય માર્કેટિંગ કૉલ બંધ કરવાની મદદ માટે , તમારા મોબાઇલ અને લેન્ડલાઇન ફોન નંબરો ટેલિફોન પ્રેફરન્સ સર્વિસ (TPS) સાથે નિ:શુલ્ક રજિસ્ટર કરાવો.

માહિતી કમિશ્નરની ઑફિસ (ICO) આવા હેરાનગતિ કરતાં કૉલ અને ટેક્સ્ટ(લિંક બાહ્ય છે) વિશે કેવી રીતે ફરિયાદ કરવી એ સહિતની વધુ માહિતી ધરાવે છે.

ક્લેઇમ કંપની વિશે ફરિયાદ કરવા બાબત

જો તમે ક્લેઇમ્સ કંપની તરફથી મેળવેલી સેવા બાબતે નાખુશ હો તો તમે કાનૂની લોકપાલને ફરિયાદ કરી શકો છો, જેમાં તેઓએ તમને ચાર્જ કરેલી ફી અથવા તમારા ક્લેઇમના પરિણામનો પણ સમાવેશ થાય છે.

જો તમે ક્લેઇમ્સ કંપનીના સંચાલન અંગે નાખુશ હો તો ક્લેઇમ્સ મેનેજમેન્ટ રેગ્યુલેટરને કરવામાં આવતી ફરિયાદ, જેમાં અનિચ્છનીય કૉલ અથવા ટેસ્ક્ટ અથવા તેઓ અધિકૃત બિઝનેસ રજિસ્ટર સાથે રજિસ્ટર ન હોવાનું તમે માનતા હો તો તેનો પણ સમાવેશ થાય.

GOV.UK ક્લેઇમ્સ કંપની વિશે કેવી રીતે ફરિયાદ કરવી તેના વિશે વધુ માહિતી આપે છે.

તમે શોધી રહ્યા છો તે જવાબ મળતો નથી? અમારા ત્વરિત જવાબો પાનની મુલાકાત લો અથવા અમારો સંપર્ક કરો.

  Call us
  Call us
  0800 101 8800
  Monday to Friday, 8am to 6pm and Saturday 9am to 1pm
  Web chat
  Web chat
  Ask us a question about PPI
  We can help you understand information about PPI
  Twitter
  Twitter
  @PPIFCA
  Official Twitter feed of the FCA
  Visit PPI on Twitter